વાંચનનો રસથાળ

તૂ ખુદ કી ખોજ મેં નિકલ!

       ભૂતકાળની ટ્રેજેડીમાં પોતે ઇચ્છેલી જિંદગી ન જીવી શકવાનો અફસોસ હોય, પોતાને મનગમતું કામ ન કરી શકવાનું દુઃખ હોય, કેટલાય સપનાઓ વેરવિખેર હોય, તેમ છતા એક વરદાન હોય. અમર આશાનું! હોપનું! પડી ભાંગેલા સપનાઓ ફરી ક્યારેક નવા રંગરૂપ ધારણ કરી આશાની નિસરણી ઉપર આકાશને આંબવા હામ ભરે. અધુરી રહી ગયેલી ઇચ્છાને ફરી બળ… Continue reading તૂ ખુદ કી ખોજ મેં નિકલ!

Advertisements
વાંચનનો રસથાળ

ના, ના, નહીં ધિક્કારવા જેવો, માણસ અંતે ચાહવા જેવો

એકદમ ખીચોખીચ ભરેલી બસમાં દોઢ વરસની દિકરીને કાંખમાં તેડીને ઉભેલી મમ્મી વારંવારના આંચકાથી આંદોલિત થતી ગતિ વચ્ચે લોખંડના સળીયાને સહારે માંડમાંડ બેલેન્સ જાળવવાની કોશિશ કરતી હોય અને આસપાસની સીટોમાં કહેવાતા સજ્જન સ્ત્રી-પુરુષો નિરાંતે આ ખેલ જોતા-જોતા બેઠા હોય તો કેવું લાગે! (બીલકુલ નોર્મલ. અત્યારે તો આ જ ટ્રેન્ડ છે.) એ મમ્મી માટે પોતાની જગ્યા ખાલી કરી… Continue reading ના, ના, નહીં ધિક્કારવા જેવો, માણસ અંતે ચાહવા જેવો

વાંચનનો રસથાળ

બસ એક બહાના ચાહીએ, મુસ્કુરાને કે લીએ!

પુરાની હલ્કી ફુલ્કી કોમેડી ફિલ્મોની યાદ અપાવતી ક્લાસિક કોમેડી એટલે કરીબ કરીબ સિંગલ. સ્ટોરી સિમ્પલ છે અને જેની ટ્યુબલાઈટ સ્લો ચાલતી હશે એને આજુબાજુ વાળા હસે ત્યારે ખબર પડશે કે અહીંયા હસવાનું હતું!😀 હસવા માટે વલ્ગર ડબલ મિનિંગવાળા સંવાદોની જ જરૂર પડે એવું થોડું હોય! હ્યુમર તો સિચ્યુએશન કે ડાયલોગના ટાઈમિંગથી ય સર્જાય. ખરેખર હસવું જ… Continue reading બસ એક બહાના ચાહીએ, મુસ્કુરાને કે લીએ!

વાંચનનો રસથાળ

વાર્તાવિશ્વમાં ખીલેલું નવું કમળ – મહોતું

ગમતાનો ગુલાલ કરવા જેવો હોય તો શું કામ ગંજામાં ભરીને રાખવું! આમ તો સામાન્ય આદત એવી હોય કે અણગમતું પહેલાં જાહેર કરીએ અને મનગમતાને પેટમાં તાળા મારી વાસ ન આવે ત્યાં સુધી સંઘરી રાખીએ. નવા લેખકો સારું નથી લખતા એવી ફરિયાદ સારી રીતે કર્યા પછી ય સારું લખતા લેખકોના વધામણાં કરવામાં ઘણી વાર મોડા પડવાની… Continue reading વાર્તાવિશ્વમાં ખીલેલું નવું કમળ – મહોતું

વાંચનનો રસથાળ

સ્મરણાંજલિ

અમુક દાયકાઓને ફક્ત પોતાના વિચારોની તલવાર વડે બાનમાં લઈ શકે એવો એક સુકલકડી માણસ માત્ર નાનકડી ટેકણ લાકડી વડે લોકોના દિલમાં રાજ કરી શકે એવી વાતો પર આવનારી પેઢીને કદાચ વિશ્વાસ પણ નહીં બેસે. રામાયણ કે મહાભારતના પાત્રોની જેમ કાલ્પનિક છે કે વાસ્તવિક એ પણ થોડા વર્ષો પછી નક્કી નહીં કરી શકાય. ગાંધીજીની સારી વાતો… Continue reading સ્મરણાંજલિ

વાંચનનો રસથાળ

ગમતાનો કરીએ ગુલાલ!

"શું?" હવા ભરેલાં ફુગ્ગાની જેમ આંખો પહોળી થઈ ગઈ. કાનમાં કશુંક ગરમ લાય જેવું રેડાયા પછી જે એકદમનો ઝાટકો લાગે એમ હચમચી જવાયું. આવી આદત જ નહોંંતી ને! જીવનમાં પહેલી વાર આવું અજીબ લાગે એવા પ્રકારનું કઈક સાંભળ્યું હતું. ભારતમાં આવી કોઈ જગ્યા પણ હોય એ પણ માન્યામાં  નહોતું આવતું. કોઈ દિવસ પહેલાં જોયેલું નહીં… Continue reading ગમતાનો કરીએ ગુલાલ!

વાંચનનો રસથાળ

પ્રેમનાં સરનામે

"અરે ગોપાલ! સાંજના છ વાગી ગયા છે, હવે તો બુકિંગ ય નહિ થાય. યાર, કેવી રીતે જશો!" ઊર્મિલાએ સળગતો પ્રશ્ન ખડો કરી દીધો. "ડોન્ટ વરી ડાર્લિંગ, લર્નિંગ લાયસન્સ એક્સપાયર્ડ થઈ જશે તો ફરીથી ધમાલ કરવી પડશે. બસમાં જગ્યા ન મળે તો કઈ વાંધો નહીં, ઊભા ઊભા જવાનો પણ ખાસ્સો અનુભવ છે." મેં એને શાંત કરવાનો… Continue reading પ્રેમનાં સરનામે

વાંચનનો રસથાળ

સંભવામી યુગે યુગે!

  પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર! તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે. ~ નરસિંહ મહેતા             તમામ ગ્રંથોની ફિલોસોફી એક ત્રાજવામાં અને સામેના ત્રાજવામાં પ્રેમ મુકવામાં આવે તો પ્રેમનું પલ્લું વજનદાર જ નીકળે! અહંકાર શુન્યતા અને પ્રેમની સમગ્રતા એ કોઈ પણ ધર્મના પાયામાં હોય જ એવું આ લખનારનું માનવું છે.    … Continue reading સંભવામી યુગે યુગે!

વાંચનનો રસથાળ

Story of Struggle

  મહાભારતના યુદ્ધ સમયે અર્જુને યુધિષ્ઠિરને ગાળો આપીને પશ્ચાતાપ કરવા આત્મહત્યા કરવાનો નિર્ણય કરે છે. ત્યારે કૃષ્ણ એમ કહે છે કે, "પોતાની પ્રસંશા કરવી એ પણ આત્મહત્યા જ કહેવાય." આજે મારે પણ સ્વપ્રસંશા એટલે કે આત્મહત્યા જ કરવી છે અને શરૂઆતથી વાત માંડવી છે. ભણવામાં પહેલેથી જ એવરેજ પણ સપના ડૉક્ટરના! કારણ કે ભાઈ ડૉક્ટર.… Continue reading Story of Struggle

વાંચનનો રસથાળ

લાર્જર ધેન લાઈફ – મહાત્મા

રંગ દે બસંતી" ફિલ્મના છેલ્લા સીનમાં રેડીયો સ્ટેશન પરથી અમીરખાન ચોટદાર વાત કરે છે: જીંદગી જીને કે દો હી તરીકે હોતે હૈ; એક - જો હો રહા હૈ, હોને દો, બર્દાશ્ત કરતે જાઓ. યા ફીર, જિમ્મેદારી ઉઠાઓ ઉસે બદલને કી. Choice is yours. લાઈફના દરેક તબક્કે ઉપલબ્ધ ઓપ્શનમાંથી કોઈ એક પસંદગી ફરજિયાત કરવી પડતી હોય… Continue reading લાર્જર ધેન લાઈફ – મહાત્મા